તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
આગામી છ દિવસમાં ભારે વરસાદની શકયતા :ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અતિભારે વરસાદ ખાબકશે
ખેડૂતોએ ખેતીમાં સાચવવું અને નિચાણવાળા વિસ્તારોએ એલર્ટ રહેવું. જુલાઈના પહેલાં અઠવાડિયા સુધી સાચવવું.: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને આસપાસના જિલ્લામાં વરસાદ થયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 25 જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદ થશે.
ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. આગામી 26મી જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેને લીધે 30મી જૂન સુધી રાજ્યના ઘણાં ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, તારીખ 1થી 3 જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતોએ ખેતીમાં સાચવવું અને નિચાણવાળા વિસ્તારોએ એલર્ટ રહેવું. જુલાઈના પહેલાં અઠવાડિયા સુધી સાચવવું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
