News of Tuesday, 24th June 2025
ગુજરાત સહિત દેશના એક ડઝન રાજ્યોની પોલીસને ટોપ ડિગ્રી ધરાવતી યુવતીએ ધંધે લગાડવાનું રહસ્ય ખુલતા લોકો જ નહીં પોલીસની આંખો આશ્ચર્યથી પહોળી બની ગયેલ...
દેશના ઇતિહાસમાં કોઈ યુવતીએ બદલો લેવા આવું પ્લાનિંગ નહીં કર્યુ હોય...૧૧ રાજ્યની પોલીસ ન કરી શકી તે અમદાવાદ પોલીસે કરી બતાવ્યું.. સુપર વાયરલ કિસ્સા અંગે આખું ગુજરાત જાણવા માગે છે, તેવા કિસ્સા અંગે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ અકિલા સમક્ષ હિંદી ફિલ્મોની કાલ્પનિક સ્ટોરીને ટક્કર મારતી સ્ટોરી વર્ણવે છે :નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત એક ડઝન સ્થળે બોમ્બ ધમકી સાથે દેશના ૧૧ રાજ્યોને વિવિધ સ્થળો પર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપનાર યુવતી બિન્દાસ્ત ફરતી, જેના મોબાઇલ નંબર નાખેલ તે લગ્નના આગલા દિવસે પોલીસ પૂછપરછ કરતી હતી :પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમ અને ખાસ કરી સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિંહા, એસીપી હાર્દિક માંકડિયા ટીમની કામગીરી વિશે વાંચી આફ્રિન પોકારી ઉઠશો

રાજકોટ, તા.૨૪: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ દ્વારા એક એવા અટપટા અને હિન્દી ફિલ્મ કે બોલીવુડ ફિલ્મથી ચઢિયાતી સત્ય ઘટના પરથી પડદો હટાવ્યો છે જ્યારે પડદો હટયો ત્યારે માત્ર ગુજરાત નહી દેશના બાર રાજ્યના લોકો અને ૧૨ રાજ્યોનો પોલીસની આંખો આશ્ચર્યથી પહોળી થય ગયેલ છે, તો ચાલો આખી રસપ્રદ કથા ક્રાઇમ બ્રાન્ચના વડા શરદ સિંઘલ પાસેથી જાણીએ.
અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિવિધ પ્રસિદ્ધ જગ્યાઓ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અત્યાર સુધીમાં એક ડઝન વખત મળી ચૂકી છે. પોલીસ સમજતી હતી આ ધમકી પોકળ છે. પરંતુ દર વખતે પોલીસ ખૂબ જહેમતથી તપાસ કરે પણ મૂળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હતી. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક કોઈપણ ભોગે આ રહસ્ય ઉકેલવા માગતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ વડાની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાજીયાણ, ડીસીપી લવીના સિંહા, એસીપી હાર્દિક માકડિયાના નેતળત્વમાં વિશેષ ટીમો રચવામાં આવેલ.
આરોપી એ રીતે ઈ મેઇલ કરે કે જેથી પોતાની ઓળખ છુપી રહે પરંતુ ચોકસસ મોબાઇલ નંબર પણ ઉલ્લેખ કરે, પોલીસ સમજતી હતી કે આ મોબાઇલ નંબર ખોટો છે. પણ ખોટા મોબાઇલ નંબર આધારે મૂળ નંબર સુધી પહોંચવા પોલીસ પાસે એક જ રસ્તો હતો.યોગાનુયોગ અન્ય ૧૦ રાજ્યોની પોલીસ પણ ખોટા નંબર આધારે મૂળ નંબરે પહોંચવા માગતી હોવાથી જેનો નંબર હતો તેની જ વિવિધ તબકકે મૂળ સુધી પહોંચવા પૂછપરછ કરતી એક તબક્કે આ વ્યક્તિના લગ્ન થવાના આગલા દિવસે એક રાજ્યની પોલીસે પૂછપરછ કરેલ. એ યુવાને લગ્ન કરવાનું માંડી વાળેલ.
ખૂબ મોટી કંપનીમાં પ્રતિષ્ઠિત સ્થાન પર ફરજ બજાવતા આ યુવાનને એ સમજ પડતી નહોતી કે તેને આ રીતે કોણ પરેશાન કરે છે. પોલીસ ખૂબ ઉલટ તપાસ કરતી પણ એ યુવાન પોતાનું કોઈ દુશ્મન હોવાનું સાફ સાફ ઇનકાર કરી દેતી.
આટલો પેચીદો અને દેશના ઈતિહાસનો અટપટો કેસ અન્ય રાજ્યની પોલીસ ઉકેલે કે ન ઉકેલે જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકથી માંડી અમારી આખી ટીમ આ ભેદ ઉકેલવા તત્પર હતી, આથી પોલીસ કમિશનરના સૂચન મુજબ કેન્દ્રીય એજન્સીઓની મદદ પણ લેવામાં આવી તેમ ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલે જણાવ્યું હતું. અત્રે એ યાદ રહે કે જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે BSF અને CISF માં ફરજ બજાવી હોવાથી તેમના કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંબંધ છે.
ગુજરાત પોલીસની અથાગ જહેમતને અંતે પોલીસે ગૂગલ વિગેરે પાસેથી મંગાવેલ ડેટા અંતર્ગત ip એડ્રેસ ચેન્નઈ હોવાની ક્લુ મળેલ. આટલી કલુ આધારે અમદાવાદ પોલીસ લોકેશન સુધી પોહચી ગયેલ.પોલીસના આશ્રય વચ્ચે એ એક યુવતી હતી, જેનું નામ જો રેડી જોશિલ્ડા હતું. તેમ ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલે જણાવ્યું હતું. આ એજ યુવાનની ભૂતપૂર્વ પ્રેમિકા હતી કે જેના નંબર નાખી પરેશાન કરી મૂકેલ.
રેની નામની આ યુવતી યુવાન દિવીજની પ્રેમિકા હતી. દિવિજે બીજે લગ્ન કરી લેતાં ખૂબ રોબોટિક સહિત ઉચ્ચ ડીગ્રી ધરાવતી આ યુવતીએ દેશના ઇતિહાસમાં કોઈ યુવતીએ બદલો ન લીધો હોય તે રીતે બદલો લેવા ખેલ કરેલ. ૧૧ રાજ્યની પોલીસ જે ન કરી શકી તે અમદાવાદ પોલીસે કરી બતાવ્યું. પોલીસ કમિશનર અને મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આખી ટીમનું સન્માન કરવામાં આવનાર છે.(૨૩.૧૧)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
