તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
કર્ણાટકમાં ગુજરાતી હસ્તકલા પ્રદર્શન અને વેંચાણ

રાજકોટઃ ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ઇન્ડેક્ષ સી દ્વારા કર્ણાટકના મૈસુરમાં ગુજરાત હેન્ડીક્રાફટસ ઉત્સવ (પ્રદર્શન અને વેંચાણ) તા. ર૦ થી ર૯ જુન સુધી યોજાયેલ છે. જેનો શુભારંભ કાર્યવાહક નિયામક ડો. સંજય જોષીના હસ્તે કરવામાં આવેલ. ગુજરાતના કલા કસબીઓએ બનાવેલ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે. જુનાગઢના નર્તલ કલા કેન્દ્ર અને પોરબંદરના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. ઉદ્ઘાટન પ્રસંગે મૈસુરના હસ્તકલા સર્વીસ સેન્ટરના મદદનિશ નિયામક વિનયકુમાર ઉપસ્થિત રહેલ. મેનેજર આર. એસ. શાહ અને આર. એસ. પ્રજાપતિએ આયોજન માટે જહેમત ઉઠાવેલ છે. સંચાલન માર્કેટીંગ મેનેજર ડો. સ્નેહલ મકવાણા કરી રહ્યા છે. વિભાગના સચિવ અન્ટ્રા અગ્રવાલે માર્ગદર્શન પુરૂં પાડયું છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
