તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
સુરતના અનેક વિસ્તારમાં વરસાદ યથાવત : ૧૩.૬ ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ : શહેરમાં જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી

સુરત શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩.૬ ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઓર્ચિડ ઇલાઇટ રેસિડેન્સી જેવા વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ છે. વાહનચાલકોને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જયારે પોલીસ અને બચાવ ટીમો ઠેરઠેર તૈનાત રહી. ખેડૂતો માટે વરસાદ વાવણીલાયક રહ્યો હોવાથી આનંદનો માહોલ છે, પરંતુ શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ ઉજાગર થઈ છે. (૩૭.૩)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
