<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજાઃ સુરત ૧૪ કામરેજમાં ૧૧ ઇંચ

છેલ્લા ૨૪ કલાકમાં પલસાણા ૮ ઇંચ, બારડોલી ૬.૫ ઇંચ અને તિલકવાડા ૬ ઇંચ વરસાદઃ અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયાઃ આજે પણ સુરતમાં સવારની શાળાઓમાં રજા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)  વાપી, તા., ર૪:મેઘરાજા દક્ષિણ ગુજરાત વિસ્‍તાર માં મન મૂકીને વરસી રહ્યા છે જેમાં સુરત સિટી સહિત સુરત જિલ્લા ને છેલ્લા ૨૪ કલાક થી ધમરોળી રહ્યા છે, ઓછા સમય માં વધુ માત્રા માં તૂટી પડેલ વરસાદ ને પગલે અનેક સોસાયટી અને મુખ્‍ય રસ્‍તા ઓ પર પાણી ફરી વળ્‍યા છે, જનજીવન ખોરવાયું છે, આજે પણ સુરતમાં સવાર ની શાળાઓમાં રજા જાહેર કરવી પડી છે, વહીવટી તંત્રના અનેક પ્રયત્‍નો પછી પણ વરસાદની તીવ્રતાને પગલે લાચાર જણાય છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો...

સુરત સિટી ૩૪૬ મીમી, કામરેજ ૨૭૨ મીમી, પલસાણા ૨૦૮ મીમી, બારડોલી ૧૬૭ મીમી, તિલકવાડા ૧૫૩ મીમી, ડોલવણ ૧૩૪ મીમી બોરસદ ૧૩૨ મીમી, ઓલપાડ ૧૨૭ મીમી, ચોર્યાસી ૧૦૮ મીમી, વ્‍યારા ૯૫ મીમી, માંડવી ૮૮ મીમી, નવસારી ૮૪ મીમી, માંગરોળ ૮૦ મીમી, ખંભાત ૭૮ મીમી, ભરૂચ ૭૭ મીમી, હાલોલ ૭૬ વાલોડ ૭૩ મીમી, નસવાડી ૭૧ મીમી, ગણદેવી અને મહુવા ૭૦ મીમી, વરસાદ નોંધાયો છે.

જ્‍યારે ધંધુકા ૬૮ મીમી, જલાલપોર ૬૪ મીમી, જેતપુરપાવી ૬૧ મીમી, ઉમરગામ ૫૯ મીમી, ચીખલી ૫૮ મીમી, નડિયાદ અને ગરૂડેશ્વર ૫૭ મીમી, વિરમગામ ૫૩ મીમી, બરવાળા ૫૨ મીમી, વાપી અને આંકલાવ ૫૧ મીમી, ખેરગામ અને વાલીયા ૫૦ મીમી, ઉમરાળા અને કવાંટ ૪૯ મીમી, કપરાડા ૪૮ મીમી, વલસાડ અને શિનોર ૪૭ મીમી, પારડી ૪૫ મીમી, સોજીત્રા, ડેડીયાપાડા, અને ઉપરપાડા ૪૪ મીમી, સોનગઢ ૪૩ મીમી, અંક્‍લેશ્વર અને ધોલેરા ૪૨ મીમી, ધરમપુર ૪૧ મીમી, અને વાંસદા ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍ય ના ૧૨૦ તાલુકા ઓ માં ૧ થી લઈ ૩૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે

(3:19 PM IST)