News of Tuesday, 24th June 2025
હવામાન વિભાગની આગાહી : મેઘરાજા આજે પણ ધડબડાટી બોલાવવાના મૂડમાં : સાત જિલ્લામાં રેડ એલર્ટ : 18 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી

અમદાવાદ તા.૨૪ :
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા આજે પણ ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. આજે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 18 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી છે ત્યારથી જ વરસાદે સટાસટી બોલાવી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ત્યારે આજે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 24મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

25મી જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
26મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ છે.
27મી તારીખે સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જગ્યાઓએ ભારે વરસાદની આગાહી છે.
28મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
29મી તારીખે ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સાથે યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
30મી તારીખે ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સાથે યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
(4:51 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 