તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ગુજરાતમાં આરોગ્ય સેવાઓ સુપરફાસ્ટ : મંત્રી ઋષિકેશભાઈ પટેલની જાહેરાત : PHC થી મેડિકલ કોલેજ સુધીની નાણાકીય સત્તામાં અધધધ વધારો!
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણય : દવાઓ, સાધનો અને રિપેરિંગ માટે હવે ઝડપી ખરીદી થશે : દર્દીઓને મળશે વધુ સારી અને ત્વરિત સારવાર!

વિજય વસાણી દ્વારા, ગાંધીનગર, તારીખ 24 જૂન : ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન જરૂરિયાતો અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને, રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને ખરીદ સમિતિઓમાં પણ જરૂરી ફેરફારો કરાયા છે. આ નિર્ણયથી હવે છેવાડાના નાગરિકો સુધી પણ ઉત્તમ આરોગ્ય સેવાઓ સહેલાઈથી પહોંચી શકશે.
આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને અન્ય ક્ષેત્રીય કચેરીઓ ખાતે દવાઓ, સર્જિકલ આઇટમ, તબીબી સાધનો, ડિસ્પોઝેબલ વસ્તુઓ વગેરેની ખરીદી તેમજ તબીબી સાધનો, એમ્બ્યુલન્સ વાહનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સ, હોસ્પિટલના સિવિલ અને ઇલેક્ટ્રીક માઇનર રિપેરિંગ અને મેઇન્ટેનન્સના કામો માટે નાણાકીય સત્તામાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ, આ માટેની ખરીદ સમિતિઓમાં પણ આવશ્યક ફેરફારો કરીને પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરાઈ છે.
ઋષિકેશભાઈ પટેલે વધુમાં કહ્યું કે, આજના સમયમાં મેડિકલ સાધનો, દવાઓ, ફર્નિચર, રિપેરિંગ કોસ્ટ, લેબોરેટરી કિટ, લેબર વર્ક વગેરેના ભાવમાં થયેલા વધારાના કારણે વિભાગના HODs અને કચેરીઓના વડાને આપવામાં આવતી નાણાકીય સત્તાઓમાં વધારો અનિવાર્ય હતો. ફુગાવો, વસ્તી વધારો અને આંતરમાળખાકીય સુવિધાઓમાં થયેલા સુધારાના કારણે પણ નાણાકીય સત્તામાં વધારો તથા સંબંધિતોને નાણાકીય સત્તા સોંપણી બાબતે જરૂરી ફેરફાર કરવો આવશ્યક બન્યો હતો.
આ મહત્વપૂર્ણ નિર્ણયથી આરોગ્ય સેવાઓ સંબંધિત ખરીદી અને જાળવણીની કામગીરી હવે વધુ સુગમ અને ઝડપી બનશે. પરિણામે, આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં અનેકગણો વધારો થશે અને પ્રજાજનોને વધુ સારી રીતે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે.
સત્તા વિતરણમાં ઐતિહાસિક બદલાવ:
૧. ઉપકરણો, દવાઓ, લેબ કિટ, કેમિકલ, એક્સ-રે ફિલ્મ વગેરેની ખરીદી અને નિકાલ (દર વર્ષે પ્રતિ આઇટમ):
* MO PHC/DTT: પહેલા ₹1,000 – ₹20,000 થી વધારીને ₹50,000 – ₹1,00,000
* CHC સુપરિન્ટેન્ડન્ટ: ₹25,000 – ₹2,00,000 થી વધારીને ₹50,000 / ૨ નામ (લોકલ કમિટીની મંજૂરીથી)
* જિલ્લા સિવિલ સર્જન (DH/SDH): જૂની સત્તા ₹5,00,000 સુધી (પ્રતિ આઇટમ)
* મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ / મેડિકલ કોલેજ: જૂની સત્તા ₹50,000 (લોકલ કમિટીની મંજૂરીથી) થી વધારીને ₹5,00,000
૨. સાધનો અથવા વાહનોની રિપેરિંગ અને સર્વિસ (દર વર્ષે પ્રતિ આઇટમ):
* MO PHC/DTT: ₹1,000 – ₹15,000 થી વધારીને ₹50,000 – ₹1,00,000
* CHC સુપરિન્ટેન્ડન્ટ: ₹5 લાખ સુધી (પ્રથમ બે વર્ષ ખરીદી કિંમતનો ૨૦% અને બાદમાં ૩૫%, AMC શરત સાથે) થી વધારીને ₹2,00,000
* જિલ્લા સિવિલ સર્જન (DH/SDH): જૂની સત્તા ₹5 લાખ (AMC + CMC માટે ૧૦% સુધી મંજૂરી સાથે)
* મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ / મેડિકલ કોલેજ: જૂની સત્તા ₹5,00,000
૩. IEC સામગ્રી (પોસ્ટર, બેનર, પેમ્ફલેટ, હોડિંગ વગેરે):
* MO PHC/DTT: પહેલા NIL થી વધારીને ₹10,000/કામ, મહત્તમ ₹50,000/વર્ષ
* CHC સુપરિન્ટેન્ડન્ટ: ₹50,000 થી વધારીને ₹25,000/કામ, મહત્તમ ₹2,00,000/વર્ષ
* જિલ્લા સિવિલ સર્જન (DH/SDH): પહેલા NIL થી વધારીને ₹5,00,000
* મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ / મેડિકલ કોલેજ: પહેલા NIL થી વધારીને ₹1,00,000
૪. નાની મરામત / સિવિલ / ઇલેક્ટ્રિક કામો (PIU દ્વારા કરાવવાનું):
* MO PHC/DTT: પહેલા NIL થી વધારીને ₹50,000
* CHC સુપરિન્ટેન્ડન્ટ: ₹1,00,000 થી વધારીને ₹2,00,000
* જિલ્લા સિવિલ સર્જન (DH/SDH): પહેલા NIL થી વધારીને ₹5,00,000
* મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ / મેડિકલ કોલેજ: પહેલા NIL થી વધારીને ₹5,00,000
૫. નાની વસ્તુઓ ખરીદી (સ્ટેશનરી, લાઇનન, લોન્ડ્રી વગેરે):
* MO PHC/DTT: પહેલા NIL થી વધારીને ₹50,000
* CHC સુપરિન્ટેન્ડન્ટ: ₹1,00,000 થી વધારીને ₹2,00,000
* જિલ્લા સિવિલ સર્જન (DH/SDH): પહેલા NIL થી વધારીને ₹5,00,000
* મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ / મેડિકલ કોલેજ: પહેલા NIL થી વધારીને ₹5,00,000
ખરીદી સમિતિઓમાં પણ ફેરફાર:
* PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર): Head of Office / Institution (મુખ્ય મેડિકલ અધિકારી) હવે ખરીદી સમિતિ રહેશે.
* CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર): Superintendent - અધ્યક્ષ, Medical Officer - સભ્ય, Accountant - સભ્ય.
* જિલ્લા હોસ્પિટલ / ઉપ જિલ્લા હોસ્પિટલ: Civil Surgeon / CDMO - અધ્યક્ષ, RMO – સભ્ય, એડમિન ઓફિસર – સભ્યસચિવ.
* મેડિકલ કોલેજ / મેડિકલ કોલેજ હોસ્પિટલ: Medical Superintendent - અધ્યક્ષ, HOD (વિભાગના વડા) – સભ્ય, RMO – સભ્ય, Account Officer – સભ્યસચિવ.
આ ઐતિહાસિક નિર્ણયોથી ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને દર્દીઓને ઝડપથી અને ગુણવત્તાસભર સારવાર મળી રહેશે, જે રાજ્યના સર્વાંગી વિકાસમાં એક મોટો ફાળો આપશે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
