<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સુરતના રાયમ ગામમાં ભારે પાણી ભરાતા અંતિમયાત્રા પણ હોડીમાં લઇ જવા મજબુર :સ્મશાનમાં પાણી હોવાથી ઉંચા સ્થળે લઇ જવાયા

નાગરિકોની તો કોઇ આમાન્ય સરકાર રાખતી નથી પરંતુ મરનારની આમાન્યા સરકાર રાખે તો સારુ : ઉંચી જગ્યાએ પતરાનાશેડવાળુ સ્મશાન તથા લાકડા રાખવા માટે એક સારા વ્યવસ્થિત રૂમની ગ્રામજનો દ્વારા માંગ

સુરતનાં રાયમ ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાનીનો સામનો તો કરવો જ પડી રહ્યો છે પરંતુ પોતાનાં પ્રિયજનને સારી કે સાચી રીતે વિદાય પણ આપવા અસમર્થન બન્યા છે. જેના કારણે હાલ સુરતમાં સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ જેવી થઇ છે. પાડા જવે થઇ ચુકેલા તંત્રનાં પાપે લોકો પોતાનાં પ્રિયજનનાં અગ્નિ સંસ્કાર પણ વિધિસર કરી શકતા નથી. રાયમ ગામમાં ભારે પાણી ભરાતા અંતિમયાત્રા પણ હોડીમાં લઇ જવાની ગામલોકોને ફરજ પડી હતી. વરસાદી પાણી વચ્ચેથી નીકળી અંતિમયાત્રા નિકળી હતી. 70 વર્ષીય વૃદ્ધનું નિધન થતા હોડીમાં પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો હતો. સુરતમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેનાં કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. તેની વચ્ચે રાયમ ગામમાં 70 વર્ષીય કાળીદાસ હળપતિ નામનાં એક વૃદ્ધનું નિધન થઇ ગયું હતું. જો કે ભારે વરસાદનાં પગલે પાણી ભરાઇ ગયેલું હોવાથી વરસાદી પાણીમાંથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. રાયમ ગામે ભારે વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયેલા છે. જેનાં કારણે મૃતદેહને ગામલોકોએ હોડીમાં સ્મશાન સુધી પહોંચાડવાની ફરજ પડી હતી.

    જો કે તેમનાં દુખનો આટલે પાર આવ્યો નહોતો. હોડીમાં મૃતદેહ લઇ ગયા બાદ પણ સ્મશાનમાં પણ પાણી હોવાથી ઉંચા સ્થળે લઇ જવાયા હતા. જ્યાં ભીના લાકડા હોવાનાં કારણે પેટ્રોલ અને કેરોસીન જેવા અંતિમ સંસ્કારમાં ન વાપરી શકાય તેવા દ્રવ્યો વાપરીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામલોકોની માંગ છે કે, સરકાર પાસે હવે અમને કોઇ જાજી અપેક્ષા રહી નથી પરંતુ મરણજનારને સારી વ્યવસ્થા મળી રહે તેવી સરકાર વ્યવસ્થા કરે. નાગરિકોની તો કોઇ આમાન્ય સરકાર રાખતી નથી પરંતુ મરનારની આમાન્યા સરકાર રાખે તો સારુ છે. ઉંચી જગ્યાએ પતરાનાશેડવાળુ સ્મશાન તથા લાકડા રાખવા માટે એક સારા વ્યવસ્થિત રૂમની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે 

   
 

(10:36 PM IST)