તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ઝાલોદમાં દર્દીને લઈ જતી કાર પાણીના પ્રવાહમાં ફસાઈ
ઝાલોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છેઃપાવડી ગામે યુવક પર વીજળી પડતા ઈજાગ્રસ્ત થયો હતો યુવકને હોસ્પિટલ લઈ જતી વખતે ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી

દાહોદ,તા.૨૪
દાહોદના ઝાલોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઝાલોદના પાવડી ગામે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાવડી ગામે યુવક પર વીજળી પડતા ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને હોસ્પિટલ લઈ જતી વખતે ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.
દાહોદમાં ભારે વરસાદના કારાણે ઠેર ઠેર પાણી ભરાયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ગામડાં ઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના વહેણમાં ફસાયેલી ગાડીનું ત્નઝ્રમ્થી રેસ્ક્યુ કરાયું છે.
હવામાન વિભાગે રાજ્યમાં એક વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગે ભરુચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડ, ડાંગ, નવસારી, તાપી,નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ,ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર,જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે બપોરે એક વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
