તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 24th June 2025
રાજપીપળામાં વીજ કંપની દ્વારા કરાયેલા ચેકીંગમાં 21 કેસ કરી અંદાજે 15 લાખનો દંડ ફટકારતા ફફડાટ
ચેકીંગ માત્ર ચોક્કસ વિસ્તારોમાં જ કેમ કરવામાં આવ્યું અન્ય વિસ્તારોમાં કેમ નહીં ? સ્થાનિકોમાં ઉઠતા સવાલ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં સોમવારે અચાનક વીજ કંપનીની ટીમો એ આકસ્મિક ચેકીંગ હાથ ધરતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો
મળતી માહિતી મુજબ રાજપીપળાના સિંધીવાડ, આરબ ટેકરા સહિતના વિસ્તારોમાં સોમવારે વીજ કંપનીના કર્મચારીઓ અચાનક આવી પડ્યા હતા અને વીજ ચોરી માટે ચેકીંગ હાથ ધરતા લોકટોળા એકઠા થયા હતા
જાણવા મળ્યા મુજબ કેટલાક લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હોય જેમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કુલ.21 જેટલા વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે 15 લાખ રૂપિયાનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.અને આ ચેકીંગ માત્ર ચોક્કસ વિસ્તારો માં જ કેમ કરવામાં આવ્યું અન્ય વિસ્તારોમાં પણ ઘણા લોકો વીજ ચોરી કરે છે તો ત્યાં કેમ ચેકીંગ કરવામાં ન આવ્યું તેવા સવાલ ઉઠ્યા હતા.
જોકે ડિજિવિસિએલની બહારની ટીમો અનેકવાર આ પ્રકારનું આકસ્મિક ચેકીંગ કરે છે અને ઘણા લોકો વીજ ચોરી કરતા પકડાઈ છે. જેમાં સોમવારે પણ આ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જોકે આ બાબતે વીજ કંપનીના ઇજનેર સાથે વાત કરી જે ફક્ત ચોક્કસ વિસ્તાર માં જ કેમ ચેકીંગ કરાયું..?ત્યારે જવાબ મળ્યો કે જે વિસ્તારમાં વધુ વીજ ચોરી થતી હોય ત્યાં ચેકીંગ કરવામાં આવે છે
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
