<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

નાંદોદ ૯, દાહોદ ૮, તિલકવાડા-જેતપુરપાવી ૭, વાપી-બારડોલી અને વીરપુરમાં ૬ ઈંચ

રાજ્‍યભરમાં જેઠ માસમાં જમાવટ કરતા મેઘરાજા... :બાંધો અને જળાશયોની વધતી જળસપાટી લોકમાતાઓ તોફાને વાપીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયાઃ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મન મૂકીને વરસતા મેઘરાજા...

(જીતેન્‍દ્ર રૂપારેલીયા) વાપીઃ અષાઢ માસમાં મેઘરાજા રાજ્‍યભરમાં હેત વરસાવી જમાવટ કરતા કેટલાય વર્ષોનો અનેક વિસ્‍તારોમાં રેકોર્ડ તૂટી રહ્યો છે. છેલ્‍લ ૨૪ કલાકમાં રાજ્‍યના ૨૬ જિલ્‍લના ૧૪૨ તાલુકાઓમાં ૧ મીમી થી લઈ ૨૨૦ મીમી સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો સુરત સિટી ૩૪૬ મીમી, કામરેજ ૨૭૨ મીમી, પલસાણા ૨૦૮ મીમી, બારડોલી ૧૬૭ મીમી, તિલકવાડા ૧૫૩ મીમી, ડોલવણ ૧૩૪ મીમી બોરસદ ૧૩૨ મીમી, ઓલપાડ ૧૨૭ મીમી, ચોર્યાસી ૧૦૮ મીમી, વ્‍યારા ૯૫ મીમી, માંડવી ૮૮ મીમી, નવસારી ૮૪ મીમી, માંગરોળ ૮૦ મીમી, ખંભાત ૭૮ મીમી, ભરૂચ ૭૭ મીમી, હાલોલ ૭૬ વાલોડ ૭૩ મીમી, નસવાડી ૭૧ મીમી, ગણદેવી અને મહુવા ૭૦ મીમી, વરસાદ નોંધાયો છે.

જ્‍યારે ધંધુકા ૬૮ મીમી, જલાલપોર ૬૪ મીમી, જેતપુરપાવી ૬૧ મીમી, ઉમરગામ ૫૯ મીમી, ચીખલી ૫૮ મીમી, નડિયાદ અને ગરૂડેશ્વર ૫૭ મીમી, વિરમગામ ૫૩ મીમી, બરવાળા ૫૨ મીમી, વાપી અને આંકલાવ ૫૧ મીમી, ખેરગામ અને વાલીયા ૫૦ મીમી, ઉમરાળા અને કવાંટ ૪૯ મીમી, કપરાડા ૪૮ મીમી, વલસાડ અને શિનોર ૪૭ મીમી, પારડી ૪૫ મીમી, સોજીત્રા, ડેડીયાપાડા, અને ઉપરપાડા ૪૪ મીમી, સોનગઢ ૪૩ મીમી, અંક્‍લેશ્વર અને ધોલેરા ૪૨ મીમી, ધરમપુર ૪૧ મીમી, અને વાંસદા ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍યના ૧૨૦ તાલુકા ઓ માં ૧ થી લઈ ૩૯ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે

(3:44 PM IST)