<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ગાંધીનગર મનપાના બોન્ડ નું NSE પર લિસ્ટીંગ : જબરજસ્ત પ્રતિસાદ : માત્ર એક જ મિનિટમાં 9 ગણો ઓવર સબક્રાઈબ

NSE પર રૂ. ૨૫ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ખુલ્લા બજારમાંથી મેળવવા ઓફર મૂકી :કુપન રેટ ૭.૬૫ ટકા મળ્યો: GMCના રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. ૨૨૫ કરોડની ઓફર મળી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ નું NSE પર લિસ્ટીંગ કરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેલ વગાડીને આ બોર્ડનું એનએસઇ પર લિસ્ટિંગ કર્યું હતું. સ્થાપનાના ૧૫ વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ લાવનાર ગાંધીનગર મનપા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે.

વર્ષ ૨૦૧૦માં સ્થપાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા NSE પર રૂ. ૨૫ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ખુલ્લા બજારમાંથી મેળવવા માટે ઓફર મૂકી હતી. આ ઓફરને નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપતા ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ માત્ર એક જ મિનીટમાં ૦૯ ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો, જેનો કુપન રેટ ૭.૬૫ ટકા મળ્યો છે. GMCના રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. ૨૨૫ કરોડની ઓફર મળી છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાએ બે વર્ષથી ઓડિટ, રેટીંગ અને મંજુરીની પ્રકીયામાંથી પસાર થઈ મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળ થઇ છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાને CARE–(AA) અને CRISIL(-AA) રેટીંગ મળ્યું છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવાથી મહાનગરપાલિકાના નાંણાકીય હિસાબોમાં શિસ્ત અને પારદર્શિત વધશે. નાણાકીય હિસાબોનું થર્ડ પાર્ટી દ્વારા સુપરવિઝીન અને મોનિટરીંગ પણ કરવામાં આવશે

ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. ભૂતકાળમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળતા મેળવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી ૧૭મી મહાનગરપાલિકા બની છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડ ઈસ્યુની પ્રકીયાના સોલ એરેન્જર તરીકે ટીપસન કન્સલટન્સી સર્વિસીસ પ્રા.લિ., લીગલ કાઉન્સિલ M.V. Kinni તથા ઓડિટર PJNDVની મહત્વની ભૂમિકા રહી છે.

 

મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી પણ મળશે

(12:06 PM IST)