તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મંત્રી બચુભાઇ ખાબડની બાદબાકી
મનરેગા યોજનામાં પુત્રોએ કરેલા કરોડોના કૌભાંડમાં સંડોવણી સામે આવતા બાદબાકી?

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૨૫: રાજ્યભરમાં આવતીકાલથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવમાં તમામ મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે પંચાયત મંત્રી બચુભાઇ ખાબડની બાદબાકી કરવામાં આવતા હવે તેમની મંત્રી પદેથી પણ બાદબાકી કરવામાં આવશે તેવું ગાંધીનગર ખાતે ચર્ચાઈ રહ્યું છે.આમ તો શાળામાં વેકેશન ખૂલે ત્યારે જ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે પરંતુ રાજ્યમાં પેટા ચૂંટણીના લીધે શાળામાં વેકેશન ખુલ્યું ત્યારે આચાર સંહિતાને લીધે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો નહોતો જે આવતીકાલથી શરૂ થશે અને ત્રણ દિવસ ચાલુ રહેશે.
શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી,મંત્રી મંડળના સભ્યો,વિધાનસભાના અધ્યક્ષ, નિગમના અધ્યક્ષ તેમજ ઉચ્ચ અધિકારી ઓને જુદા જુદા જિલ્લાઓમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બચુભાઇ ખાબડના પુત્રોએ તેમના ભાણેજ તથા સગા સંબંધીઓ દ્વારા દાહોદમાં મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છ.ે જેમાં ધરપકડો સહિતના પગલાંઓ લેવામાં આવ્યા છે. આ કૌભાંડ બહાર આવ્યા પછી બચુભાઇ સચિવાલયમાં દેખાયા જ નથી. તેવી ચર્ચા છે. શ્રી ખાબડ જે વિભાગના મંત્રી છે તે જ વિભાગ હસ્તક ગ્રામીણ બેરોજગાર અને ગરીબ માટેની મહત્વની યોજનામાં પોતાના જ સંતાનોએ કરેલા કૌભાંડથી તેમની તો છબી ખરડાઈ ગઈ છે.એટલુ જ નહિ પણ આ કૌભાંડથી ભાજપને પણ નીચા જોણું થયું છે.
બે વિધાનસભાની પેટા ચૂંટણી બાદ સંગઠન અને મંત્રીમંડળના ફેરફારની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે અને વિસાવદરમાં ભાજપને હાર મળી છે ત્યારે આગામી દિવસોમાં મંત્રીમંડળ વિસ્તરણમા કેટલાક મંત્રીઓની બાદબાકી નિヘતિ મનાઈ રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
