News of Wednesday, 25th June 2025
અમદાવાદની રથયાત્રાઃ મહાયુદ્ધના મોરચા જેવી પોલીસની આવી છે તૈયારીઓ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ચીફ સેક્રેટરી પંકજ જોષી, ગૃહ વિભાગના સર્વેસર્વા મનોજ દાસ, મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન અને ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ વિગેરેની હાઈ પાવર બેઠકમાં સુકાની પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા પ્રેઝન્ટેશનથી ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ પ્રભાવિત : ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયાણના નેતૃત્વમાં અસામાજિક તત્વોની રગે રગથી વાકેફ ચુનંદા અધિકારી સ્ટાફ આખી રથયાત્રા સાથે ચાલી ફુટ પેટ્રોલિંગ કરશે: સેક્ટર વડા નીરજ બડ ગુજ્જર ટીમ એલર્ટ, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની વિગેરેના માર્ગદર્શનમાં અને ડીસીપી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા પરોઢ સુધી અસામાજિક તત્વોને વીણી વીણી જેલ ભેગા કરવાની ઝુંબેશ ચાલુ રહી

રાજકોટ, તા.રપઃ અષાઢીબીજ અને શુક્રવારે અમદાવાદમાં નીકળનારી દેશની બીજા નંબરની અને કુંભ પછી બીજા નંબરે આવતી ઐતિહાસિક રથયાત્રા સંદર્ભે ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમીક્ષા થયા બાદ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મનોજ દાસ, મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય , રથયાત્રાના સુકાની જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ વિગેરે સાથે બેઠક યોજી લોકોની સુરક્ષા, બિન જરૂરી ભીડ નિવારવા વિગેરે બાબતે લેવાયેલ પગલાંઓ અંગે વિસ્તળત ચર્ચા કરી સંતોષ વ્યક્ત કર્યો હોવાનું સૂત્રો જણાવે છે.
A.I. ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહીં, કયાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માટે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.
રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.
રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે.
ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ.
૧૬ કિ.મી. પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦ જેટલા વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.
ટ્રાફિક નિયમન માટે ૧૦૦૦ કર્મીઓ ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા.
૨૨૭ કેમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બોડીવોર્ન કેમેરા અને ૨૪૦ ધાબા પોઈન્ટ - ૨૫ વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે ૧૭ જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.
તેમ પોલીસ કમિશનર અને બંદોબસ્તનું સુકાન સાંભળતા બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા જણાવવામાં આવેલ.
ટ્રાફિક નિયમન માટે ૧૦૦૦ કર્મીઓ ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા.
૨૨૭ કેમેરા-૪૧ ડ્રોન-૨૮૭૨ બોડીવોર્ન કેમેરા અને ર૪૦ યાત્રા દરમિયાન ભકતો, શહેરીજનોની મદદ માટે જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.
ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગળહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક અને મ્યુનસીપલ કમિશ્નર બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.
આ દરમિયાન પોલીસ કમિશ્નનર, રેન્જ વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની અને ડીસીપી પ્રદીપસિંહ જાડેજાના નેતળત્વમાં અસમાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી પુરજોશમાં આજ પરોઢ સુધી ચાલુ હતી. ૮૯ જેટલા માથાભારે તત્વોને પાસા હેઠળ ધકેલી દેવાયા છે.૩૧ ને તડીપાર કરવામાં આવ્યા છે.ડીસીપી કાનન દેસાઈ, બળદેવ દેસાઈ, કળણાલ દેસાઇ, એસીપી આર. ડી. ઓઝા વિગેરે સક્રિય રહ્યા છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
