તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
સાગબારા ૪.૫ ઇંચ, ઉમરપાડા, કુકરમુંડા, ડેડીયાપાડા અને લુણાવાડા ૪ ઇંચ ભારે વરસાદ
આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીમાં રાજ્યના ૭૯ તાલુકાઓમાં સતત હેત વરસાવતા મેઘરાજા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા આજે સવાર થી રાજ્ય ના ૭૯ તાલુકાઓ પર સતત હેત વરસાવી રહ્યા છે. જેને પગલે ઝરમર થી ૪.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઈને બપોરે ૧ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો સાગબારા ૧૧૧ મીમી, ઉમરપાડા અને કુકરમુંડા ૧૦૭ મીમી, ડેડીયાપાડા ૧૦૫ મીમી, લુણાવાડા ૯૭ મીમી, ફતેપુરા ૬૦ મીમી, સંતરામપુર ૫૩ મીમી, વઘઇ ૪૯ મીમી, વ્યારા અને કડાણા ૪૫ મીમી, વાંસદા ૪૨ મીમી, વાલોડ ૪૧ મીમી, ડાંગ આહવા ૩૭ મીમી, માંડવી ૩૫ મીમી, ઓલપાડ ૩૪ મીમી, બારડોલી ૩૩ મીમી, નિઝર ૩૧ મીમી, કામરેજ ૨૭ મીમી, અને સુબીર ૨૬ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્ય ના ૬૦ જેટલા તાલુકા ઓ માં ૧ થી ૨૫ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
