તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
અનેક જિલ્લાઓમાં 1 જુલાઈ સુધી વરસાદ પડશે : આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે થી અતિભારે તથા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ તા.૨૫ :રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વર્ષો છે અને હજી પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર સહિત નર્મદા અને તાપીમાં આજે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 જૂનના રોજ રાજ્યમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 84 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 25 જૂનના રોજ રાજ્યમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 1 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો 23 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો વરસાદ?
આજે રાજ્યમાં 84 તાલુકાઓમાં વરસાદ વર્ષો છે ત્યારે સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.04 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઉમરપાડામાં 4.8 ઇંચ, કુકરમુંડામાં 4.29 ઇંચ વરસાદ, ડેડિયાપાડામાં 4.21 ઇંચ, લુણાવાડામાં 3.82 ઇંચ વરસાદ, વ્યારામાં 3.5 ઇંચ, વઘઇ અને પાદરામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
