વૈશ્વિક સંકેતને પગલે સોના ચાંદીમાં વેચવાલીનું દબાણ : ભાવમાં સતત ઘટાડો
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાને લઈ ચિંતા હળવી બનતા સોનામાં સતત પીછેહઠ

અમદાવાદ :વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી ખાતે શુદ્ધ સોનુ રૂપિયા 300 ઘટી રૂપિયા 98,600 થયું છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ રૂપિયા 250 ઘટી રૂપિયા 98,050 થયો છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવની સ્થિતિ સામાન્ય બનતા વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાને લઈ ચિંતા હળવી બનતા સોનામાં સતત પીછેહઠ જોવા મળી રહી છે. દરમિયાન દિલ્હી ખાતે ચાંદીનો ભાવ પણ કીલો દીઠ રૂપિયા 1,100 ગગડી રૂપિયા 1,03,100 થયો છે.
બીજી બાજુ વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ ઔંસદીઠ 3,326.26 ડોલર પર ક્વોટ થયા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 35.84 ડોલર રહ્યો હતો.
અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 3,500 તૂટી રૂપિયા 1,04,500 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 100 ઘટી રૂપિયા 1,00,200, અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 100 તૂટી રૂપિયા 99,900 રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
