તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
હવે રોજિંદા મુસાફરોને એસટી વિભાગ દ્વારા ઝટકો: હવે 15 દિવસનું ભાડુ ભરી 30 દિવસ મુસાફરી નહી કરી શકો
18 દિવસનું ભાડુ ભરો અને 30 દિવાસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડુ ચુકવો અને 60 દિવસની મુસાફરી કરો યોજના લાગુ

ગાંધીનગર : એસટી નિગમની લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને હાલનાં બસભાડામાં રાહત આપી રાહત દરના માસિક/ત્રિમાસિક પાસ આપવાની સુવિધા આપવામાં આવતી હતી. જેમાં 15 દિવસનું ભાડું ભરીને 30 દિવસની મુસાફરીની સુવિધા આપવામાં આવતી હતી. 45 દિવસનું ભાડું ભરીને 90 દિવસની મુસાફરી કરવા જેવી યોજનાઓ બહાર પાડી હતી.
જો કે હવે મુસાફરોને એસટી વિભાગ દ્વારા ઝટકો આપવામાં આવ્યો હતો. એસટીના જણાવ્યા અનુસાર નિગમની બસોમાં હાલમાં વધી રહેલા લોડ ફેક્ટર અને સદર યોજનાઓ નિગમની સ્વયોજના હોઇ આ બાબતે વધતા જતા સંચાલકીય ખર્ચને ધ્યાને રાખીને ચાલુ યોજનામાં મુસાફર અને એસટી બંન્નેનું હિત જળવાઇ રહે તે માટે સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 06/06/2025ની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવા નિર્ણય અનુસાર 18 દિવસનું ભાડુ ભરો અને 30 દિવાસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડુ ચુકવો અને 60 દિવસની મુસાફરી કરો યોજના લાગુ કરવામાં આવી છે. સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા રોજીંદા મુસાફરીનાં ભાડામાં રાહતદરનાં પાસની યોજના અન્વયે ઇ પાસ મોડ્યુલમાંથી ડેપો કંન્ટ્રોલ પોઇન્ટ પરથી પાસ તથા આઇડીકાર્ડ ઇશ્યું કરવામાં આવશે
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
