તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
વડોદરામાં મતગણતરી કેન્દ્રમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો
રખડતા ઢોરનો આતંક:રખડતા ઢોરના ત્રાસને લઈને રસ્તા પર ઘણી વખત અકસ્માતો પણ થતા હોય છે

વડોદરા,તા.૨૫
વડોદરામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામના દિવસે મતગણતરી કેન્દ્ર પર રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો. જેના કારણે સ્થળ પર ભાગદોડ થઈ હતી. બનાવને લઈને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
વડોદરાઃ રાજ્યમાં દિવસેને દિવસે વધતો જતો રખડતા ઢોરનો આતંક હવે આપણા સૌ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. રખડતા ઢોરના ત્રાસને લઈને રસ્તા પર ઘણી વખત અકસ્માતો પણ થતા હોય છે. જેમાં ઘણીવાર વાહન ચાલકોના મોત પણ થતા હોય છે. ત્યારે વધુમાં ફરી વડોદરામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી હતી તે સમયે રખડતું ઢોર મતગણતરી કેન્દ્રમાં ઘૂસી ગયું હતું.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો વડોદરામાં આ બનાવ સામે આવ્યો છે.
જેમાં એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી હતી અને તે જ સમયે અકળાયેલા ઢોર અહીંયા આતંક મચાવ્યો હતો. આખું મતગણતરી કેન્દ્ર આ રખડતા ઢોરે બાનમાં લીધું હતું. જેથી ચૂંટણીના પરિણામના દિવસે જ તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી છે તેવું કહી શકાય.
ઉલ્લેખનીય છે કે મતગણતરીના દિવસે અને તે પણ મતગણતરી કેન્દ્ર પર જ આ રીતે જે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. તે જિલ્લામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. સાથે જ આ બનાવને લઈને તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. કારણ કે જો આ રખડતા ઢોરે કોઈને અડફેટે લીધા હોત તો તેને ગંભીર ઈજા પહોંચી શકતી. જોકે સદનસીબે આ રખડતા ઢોરને કારણે કોઈને ઈજા નથી પહોંચી
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
