<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અમદાવાદમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી: પૂર્વમાં ધોધમાર ખાબક્યો :પશ્ચિમમાં ધીમીધારે શરૂ: અનેક સ્થળોએ પાણી ભરાયા : જુઓ વિડીયો

ઇસનપુર, વસ્ત્રાલ, નારોલ, જશોદાનગરમાં વરસાદ ખાબક્યો હતો. દાણીલીમડા, રાયપુર, રખિયાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો : મણિનગર, ઓઢવ, નરોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ શહેરમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પહેલા અમદાવાદ પૂર્વમાં વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ પશ્ચિમમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. જેનાં કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદ પડવાથી ઠંડક થતા અમદાવાદીઓ બાકીનાં બીજા બધા જ દુ:ખ ભુલીને મેઘરાજાને આવકારતા જોવા મળ્યા હતા. 

   અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ. ઇસનપુર, વસ્ત્રાલ, નારોલ, જશોદાનગરમાં વરસાદ ખાબક્યો હતો. દાણીલીમડા, રાયપુર, રખિયાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મણિનગર, ઓઢવ, નરોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો 

   અમદાવાદ પૂર્વમાં છેલ્લા દોઢ કલાકથી ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. જો કે પશ્ચિમમં હજી કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શિવરંજની, સેટેલાઇટ, જોધપુર, ઇસ્કોન, પ્રહલાદનગર, જજીસબંગલો રોડ, ગોતા, નારણપુરા, શાસ્ત્રીનગર, પલ્લવ, અંધજનમંડળ, હેલમેટ ચાર રસ્તા, ગુરૂકુળ રોડ, સિંધુભવન રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.  

(10:18 PM IST)