<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

17.77 કરોડ ની ભૂગર્ભ ગટર માં હલકી ગુણવત્તાવાળી કામગીરીનો નમૂનો: રાજપીપળામાં નાખેલી ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણા બેસી જતા સ્થાનિકો ચિંતિત

ઠેર ઠેર ગંદુ પાણી લીકેજ થતા રોગચાળાની દહેશત બાદ હવે કુંડી બેસવાની મોકાણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરમાં કરોડોના ખર્ચે.નંખાયેલા ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી હલકી ગુણવત્તા વાળી થઈ હોવાનો નમૂનો વારંવાર જોવા મળે છે જેમાં હાલમાં કુંડીનું ઢાંકણું બેસવાની ફરિયાદ સામે આવી છે

   રાજપીપળા નગરમા ખુલ્લી ગટર લાઈનો હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા 17.77 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા રાજપીપલા ની ભૌગોલિક પરિસ્થિતિને જોતા બે થી ત્રણ ભાગોમાં આ ભૂગર્ભ  લાઇનને વિભાજન કરી એક મુખ્ય લાઈન આપી આખા શહેરને આવરી લે એવી વ્યવસ્થા કરવા આવી ત્યારબાદ શહેરમાં લાઈનો નંખાઈ પરંતુ થોડા જ સમય માં લાઈનો માં કોઈ ને કોઈ ખામી જોવા મળી જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારો માં ગટર ઉભરાતા ગંદુ અને દુર્ગંધ મારતું પાણી જે તે વિસ્તારો માં રોડ પર ફરી વળ્યું હતું ત્યારે રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકો માં હતો. જેની મરામત કરાઈ પરંતુ પુનઃ ગટર ઉભરાવવાની ફરિયાદ જોવા મળી હતી. અને હાલ માં રાજપીપળા માં ગટર ની કુંડી ના ઢાંકણા બેસી જતા રીતસરનું બાકોરું જોવા મળ્યું
રાજપીપળાના દરબાર રોડ પારેખ ખડકી માં ભૂગર્ભ ગટર લાઇનની કુંડીનું ઢાંકણું બેસી ગઈ અને ત્યાં રીતસરનું બાકોરું બહાર થી જોવા મળે છે જો કોઈ વાહન તેના પરથી પસાર થશે તો આખી કુંડી બેસી જાય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે અને જો આમ થાય તો કુંડી માં જતું ગંદુ પાણી રોડ પર આવશે એમ લાગી રહ્યું છે.
રૂપિયા 17.77 કરોડ ના આટલા મોટા ખર્ચે નાંખેલી ગટર લાઇન માં હલકી ગુણવત્તા ની કામગીરી અને આ કામગીરી માં વેઠ ઉતારી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે


 

(11:33 PM IST)