News of Wednesday, 25th June 2025
સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં મોડી રાત સુધીના વરસાદના સમાચારો જુઓ ઉડતી નજરે

*આજે રાત્રે ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે
* ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં ટ્રાફિકજામ
* પૂર્વ અમદાવાદના મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી, ઠેર ઠેર પાણી ભરાયા
*રાત્રે ૧૦ થી એક સુધી સંખ્યાબંધ સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી
* અનેક જિલ્લામાં રેડ એલર્ટ
* ૨૬ થી ૨૮ જૂન ગુજરાતમાં વ્યાપક ભારે અને અતિ ભારે વરસાદની શક્યતાઓ
(૫+ ઇંચ ) ની શક્યતાવાળા વિસ્તારોમા ક્યાંક ઘોડાપુર પણ આવી શકે
* દક્ષિણ અને પશ્ચિમ કચ્છ, દ્વારકાથી પોરબંદર અને ઓખા આસપાસનો વિસ્તાર, માંડવી નલિયા મુન્દ્રા જખૌ અને આસપાસ, ઓખામઢી બીચ, શિવરાજપુર બીચ, લખપત નખત્રાણા પંથકમાં વરસાદ ધોધમાર પડે તેવી શક્યતા
* પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્ર કલ્યાણપુર ગંધાવી રાવળ જામરાવલ લાંબા બરડીયા બરડા ડુંગર આસપાસનો વિસ્તારમાં વરસાદ જોરદાર રહૈશે
* થોડા વરસાદમાં અમદાવાદ પૂર્વ પાણીમાં, નરોડા પાટિયા પાસે ટ્રાફિકજામ, લોકોને હાલાકી
* અમદાવાદના રાણીપ, વાડજમાં ધોધમાર વરસાદ
* વડોદરાના વાઘોડિયા વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
જંબુસરના દહેગામમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
* અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલ બેરલ માર્કેટ વિસ્તારમાં લાગી ભીષણ આગ
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
