તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
પ્રતાપનગર હાઇવે રોડ ઉપર ઈકો ગાડીએ બાઇકને અથાડતા યુવાનનું મોત, બે ને ગંભીર ઇજાઓ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર હાઇવે રોડ ઉપર થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય બે ને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા
મળતી માહિતી અનુસાર નવનીતભાઈ રોહિતભાઈ વસાવા (રહે.આમલેથા જુની નિશાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ આમલેથા મોટાફળીયા રાજપીપલાથી પ્રતાપનગર હાઇવે રોડ ઉપર આવેલ બસ સ્ટેન્ડ પાસે બનેલી ઘટનામાં ઈકકો ગાડી નંબર GJ-22-H-6805 ના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરપાટ હંકારી લાવી ઇજા પામનાર જયદેવભાઈની ટુ વ્હીલ બાઇક નંબર GJ-22-N-3654 ની સાથે એકસીડન્ટ કરી નવનીતભાઈના નાનાભાઈ નરપતભાઈ રોહિતભાઈ વસાવા (ઉ.વ.૨૬) ને છાતીના ભાગે તથા માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ જયદેવભાઈને જમણા પગમા થાપાના ભાગમાં ગંભીર ઈજા તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી તથા ઈકો ચાલક યોગેશભાઈ રવજીભાઈ વસાવા( રહે.આમલેથા તા.નાંદોદ જી.નર્મદા )નાએ પોતાને પણ શરીરે ઇજા પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે ઈકોના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
