તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 25th June 2025
અમદાવાદમાં ભારે વરસાદ : મણિનગરમાં દક્ષિણી અંડરપાસને કુબેરનગર ITI અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ બંધ કરાયા
મણિનગરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો : ઓઢવ અને રખિયાલમાં ચાર ઈંચ જેટલો વરસાદ: પ્રહલાદનગર, રામદેવનગર, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, ઇન્કમટેક્સ, વાડજ વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેસાશ બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે
પૂર્વ વિસ્તારમાં ત્રણ કલાકમાં સૌથી વધુ મણિનગરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓઢવ અને રખિયાલમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા એક કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર અને રામોલ તેમજ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે
વિરાટનગર, ગોમતીપુર, નરોડા, મેમકો, કોતરપુર, સૈજપુર ગરનાળા, એરપોર્ટ રોડ, સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
પ્રહલાદનગર, રામદેવનગર, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, ઇન્કમટેક્સ, વાડજ વિસ્તારોમાં પાણી ભરાયા હતા
ભારે વરસાદને કારણે મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસને કુબેરનગર ITI અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ વાહનચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બાપુનગર વિસ્તારમાં દીપક સાયકલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું અને આસપાસમાં મુકવામાં આવેલા બેરીકેટ પણ પાણીમાં પડી ગયા હતા. જેથી આજુબાજુમાંથી પસાર થતા વ્યક્તિઓ માટે ખૂબ જ ભયની સ્થિતિ ઉભી થઈ હતી.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
