તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 26th June 2025
આગામી 24 કલાક ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની શકયતા : પરેશ ગોસ્વામી
બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં આગામી 24 કલાક ભારે વરસાદ પડી શકે

અમદાવાદ :મધ્ય ગુજરાતના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, મધ્ય પ્રદેશ ઉપર મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેનો ટ્રર્ફ અરબ સાગર સુધી લંબાયેલો છે. આટલું જ નહીં, ગુજરાત ઉપરથી પણ તેના આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને કવર કરીને કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેથી આગામી 5 જુલાઈ સુધી આ રીતે ભારે વરસાદ યથાવત રહેશે.
જો આગામી 24 કલાકની વાત કરીએ તો, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, બારડોલી ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય, પરંતુ કેટલાક તાલુકામાં ભારે વરસાદ પડશે. આ સિવાયના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં આગામી 24 કલાક ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટ જેવા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
આગામી 28 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં રાજ્યના બાકી બચેલા જિલ્લાઓને કવર કરી લેવામાં આવશે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલુ સર્ક્યુલેશન કચ્છ ઉપરથી પસાર થવાનું છે. જેના પગલે આગામી 28 જુલાઈથી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં ઓછો વરસાદ નોંધાયો છે, જેમ કે પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટ ઉપરાંત કચ્છ જિલ્લા ઉપરાંત પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધી જશે. જે આગામી 5 જુલાઈ સુધી યથાવત રહેશે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
