<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ઓઢવ, મણિનગર, હાટકેશ્વર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલ, જશોદાનગરમાં પાણી ભરાયા: ગોરના કુવાથી અમરાઈવાડી સુધીના રોડ ઉપર પણ પાણી

અમદાવાદના પૂર્વ  વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ વિસ્તારમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઓઢવ, મણિનગર, હાટકેશ્વર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલ, જશોદાનગરમાં પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પાસે પાણી ભરાયુંને તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખોખરાથી CTM જતા રસ્તા પર પાણી ભરાયું છે. પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યા પર ટ્રાફિક જામ સર્જાયો છે. ધોધમાર વરસાદને કારણે ખારીકટ કેનાલમા પાણીનો નિકાલ ધીમો થયો.  ગોરના કુવાથી અમરાઈવાડી સુધીના રોડ ઉપર પણ પાણી ભરાયા છે.

(12:51 AM IST)