તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને તેના પતિ સુભાષ ડાયરા સહિત સાત વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ચોક્કસ ઉમેદવારને જ મત આપવા માટે ધાક ધમકી :ફરિયાદીને જાતિ અપમાનિત શબ્દોનો ઉચ્ચારણ કરી અને તેમના પતિ દ્વારા મારામારી કરી હોવાનો પણ ફરિયાદમાં કરાયો ઉલ્લેખ

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને તેમના પતિ સુભાષ ડાયરા સહિત સાત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે . જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા, તેમના પતિ સુભાષ ડાયરા અને અન્ય સાત વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગોધરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોધરા તાલુકાના મેરપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા અને તેમના પતિ સુભાષ ડાયરા દ્વારા ફરિયાદીને ચોક્કસ ઉમેદવારને જ મત આપવા માટે ધાક ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર ઘટના દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ફરિયાદીને જાતિ અપમાનિત શબ્દોનો ઉચ્ચારણ કરી અને તેમના પતિ દ્વારા મારામારી કરી હોવાનો પણ ફરિયાદમાં કરાયો ઉલ્લેખ કરાયો છે.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
