<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

આજે ગુજરાતના અનેક પંથકોમાં અને આવતીકાલથી ત્રણ દિ' સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સંખ્‍યાબંધ જિલ્લાઓમાં અનરાધાર વરસશે

હવામાન વિભાગની ૧ જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી :તા.૨૭ થી ૨૯ કચ્‍છ, મોરબી, દ્વારકા, જામનગર, પાટણ, ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે

અમદાવાદઃ રાજ્‍યમાં સૌરાષ્‍ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્‍ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્‍યું છે. રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે હવામાન વિભાગે આગામી ૧ જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરૂવારે (૨૬ જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્‍જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.

રાજ્‍યમાં આગામી ૨૭ થી ૨૯ જૂન દરમિયાન કચ્‍છ, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ, જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

૩૦ જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને ૦૧ જૂલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.(૪૦.૧૮)

(10:44 AM IST)