<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવનો પ્રારંભ

ચાલો બનાવીએ શાળા પ્રવેશોત્‍સવને સમાજોત્‍સવ... : જીલ્લા-તાલુકા અને ગ્રામ્‍ય કક્ષાએ વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ અપાયોઃ દરેક બાળકને શિક્ષણની સમાન તક મળી રહે તેવો આશય

રાજકોટ, તા. ર૬: આજથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવનો પ્રારંભ થયો છે.

જીલ્લા તાલુકા અને ગ્રામ્‍ય કક્ષાએ વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ અપાયો છે. દરેક બાળકને શિક્ષણની સમાન તક મળી રહે તેવો આશય છે. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ કચ્‍છમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા મેળવણી મહોત્‍સવમાં હાજરી આપશે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૩૫૭૭ બાળકો ધોરણ ૦૯માં, ધો.૧૧માં ૭૦૫૬ બાળકો સહિત ૨૦૬૩૩ બાળકો ચડશે હાઈસ્‍કુલના પગથિયાં ર્ંધોરણ ૦૯માં ૬૮૧૯ કુમાર અને ૬૭૫૮ કન્‍યા, ધો.૧૧માં ૩૧૯૮ કુમાર અને ૩૮૫૮ કન્‍યા મેળવશે પ્રવેર્શં.

દરેક બાળકને શિક્ષણની સમાન તક મળી રહે તેવા શુભ આશય સાથે રાજ્‍યભરમાં વર્ષ-૨૦૦૩થી શાળા પ્રવેશોત્‍સવ- કન્‍યા કેળવણી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્‍દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્‍યમાં ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્‍સવને સમાજોત્‍સવ'ની થીમ સાથે તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૫ દરમિયાન શાળા પ્રવેશોત્‍સવની ઉજવણી કરાશે. જેમાં બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધો.૧, ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ કરાવવામાં આવશે.

ધોરણ ૦૯માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ વિશે જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ.ઓઝાએ જણાવ્‍યું કે, ચોટીલા તાલુકામાં ૨૩૬ કુમાર અને ૨૫૫ કન્‍યા મળી ૪૯૧ બાળકો, ચુડા તાલુકામાં ૬૧૯ કુમાર અને ૬૪૭ કન્‍યા મળી કુલ ૧૨૬૬ બાળકો, ધ્રાંગધ્રા તાલુકામાં ૧૨૦૩ કુમાર અને ૭૮૩ કન્‍યા મળી કુલ ૧૯૮૬ બાળકો, લખતર તાલુકામાં ૨૨૭ કુમાર અને ૨૮૦ કન્‍યા મળી ૫૦૭ બાળકો, લીંબડી તાલુકામાં ૫૮૮ કુમાર અને ૬૭૩ કન્‍યા મળી ૧૨૬૧ બાળકોને ઙ્કવેશ આપવામાં આવનાર છે.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્‍યની સાથે ગીર સોમનાથ  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ગ્રામ્‍ય અને શહેરી કક્ષાએ તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂન ૨૦૨પ દરમિયાન પ્રાથમિક, માધ્‍યમિક, ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવશે.

વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા, તાલાલા  આ છ તાલુકાઓની શાળાઓમાં પ્રવેશોત્‍સવની ઉજવણી થશે. શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ-૨૦૨૫માં જિલ્લામાં કુલ-૬૪ રૂટ બનાવવામાં આવ્‍યાં છે. જેમાં ૫૪૨ પ્રાથમિક શાળાઓ તેમજ ૧૧૮ માધ્‍યમિક શાળાઓનો રૂટમાં સમાવેશ કરાયો છે.

શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટર ડો.એન. વી. ઉપાધ્‍યાય  અને જિલ્લા વિકાસ અધિકારી તોહલ પી. ભાપકરની  પ્રેરણાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, બી.આર.સી.- સી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી, મુખ્‍ય શિક્ષકોને કાર્યક્રમની સંપૂર્ણ માહિતીથી સજ્જ કરવામાં આવ્‍યાં છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ

જૂનાગઢ જિલ્લા પ્રવેશોત્‍સવ માટે કુલ ૭૧ રૂટ નકકી કરવામાં આવ્‍યા છે. જૂનાગઢ જિલ્લામાં અંદાજે બાલવાટિકામાં કુલ ૮૦૬૯, ધોરણ- ૧ માં ૯૦૭૨, ધોરણ-૯ માં ૯૮૬૭, ધોરણ- ૧૧ માં ૧૨૭૩૮ એમ મળીને ૩૯૦૦૦ જેટલા બાળકોનો શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પદાધીકારીશ્રીઓ અને ઉચ્‍ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર રાજ્‍યની સાથે જૂનાગઢ જિલ્લામાં ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્‍સવને સમાજોત્‍સવ' ની થીમ સાથે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવનું આયોજન થનાર છે. શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ-૨૦૨૫માં જિલ્લામાં ધારાસભ્‍યશ્રીઓ, સચિવશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.

(11:05 AM IST)