તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
વડોદરાના ગોલ્ડન ટોલ પ્લાઝા પાસે એસટી બેસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત :બસ પલ્ટી જતા 20થી વધુ મુસાફરોને ઇજા
દાહોદ જિલ્લાના સંજેરી ગામથી પાદરા તરફ જતી એસટી બસ ટેલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત: જરોદ પોલીસ મથક તેમજ હરણી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો

વડોદરાના ગોલ્ડન ટોલ પ્લાઝા પાસે મોડી રાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દાહોદ જિલ્લાના સંજેરી ગામથી પાદરા તરફ જઈ રહેલી એસટી બસ ટેલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો.
ગોલ્ડન ટોલ પ્લાઝા પાસે ટ્રેલર સાથે અકસ્માત થયા બાદ બસ પલટી ખાતાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે રાહદારો અને સ્થાનિક લોકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ જરોદ પોલીસ મથક તેમજ હરણી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘાયલ તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ અને સ્થાનિક તંત્ર દ્ધારા કંટ્રોલ કરવામાં આવ્યો હતો
સતત વધતા વાહન વ્યવહાર અને ઓવર સ્પીડિંગના કારણે આવા અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે, આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હોવાનું હતી. પરંતુ કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાની પણ માહિતી મળી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
