<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા 2025ને લઈને BRTS રૂટમાં મોટો ફેરફાર : જાણો સંપૂર્ણ વિગત

જાણો અગાઉથી કયા રૂટ પર પરિવહન વિભાગ દ્વારા ફેરફાર

અમદાવાદમાં 27 જૂન 2025, શુક્રવારે ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાનો પ્રારંભ પરંપરાગત રીતે જમાલપુરથી થશે. આ વિશાળ યાત્રાને ધ્યાનમાં રાખીને એક દિવસ માટે BRTS બસના રૂટમાં ફેરફાર કરાયો છે.

જો તમે દરરોજ BRTS બસનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે. બદલાયેલા રૂટને કારણે તમારા પ્રવાસની યોજના અગાઉથી બનાવી શકશો. જાણો કયા રૂટ પર પરિવહન વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની સંપૂર્ણ વિગતો શું છે.

આ રૂટ રાબેતા મુજબ કાર્યરત રહેશે:

  • રૂટ નં. 01: મણિનગરથી ઘુમા ગામ
  • રૂટ નં. 03: આરટીઓ સર્કલથી મણિનગર
  • રૂટ નં. 04: એલડી એન્જિનિયરિંગ કોલેજથી ઝુંડાલ સર્કલ/અંબા ટાઉનશીપ
  • રૂટ નં. 05: વાસણાથી હંસપુરા રીંગ રોડ
  • રૂટ નં. 06: નારોલથી નરોડા એસટી વર્કશોપ
  • રૂટ નં. 07: નારોલથી સારંગપુર દરવાજા અને ઝુંડાલ સર્કલથી સરકારી લિથો પ્રેસ કેબિન
  • રૂટ નં. 12: આરટીઓ સર્કલથી રબારી કોલોની
  • રૂટ નં. 14: સાણંદ સર્કલથી સારંગપુર દરવાજા
  • રૂટ નં. 15: ઇસ્કોન ક્રોસરોડ્સથી આરટીઓ સર્કલ/એરપોર્ટ
  • રૂટ નં. 16: સાણંદ સર્કલથી નહેરુનગર
  • રૂટ નં. 17: સાઉથ બોપલ ટર્મિનસથી નહેરુનગર

આંશિક ફેરફારો સાથે રૂટ:

  • રૂટ નં. 02: SP રિંગ રોડથી ઇસ્કોન ક્રોસરોડ્સને બદલે, તે ઇસ્કોન ક્રોસરોડ્સથી લો ગાર્ડન સુધી ચાલશે.
  • રૂટ નં. 08: ભાડજ સર્કલથી નરોડા ગામને બદલે, તે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ (કેબિન) સુધી ચાલશે.
  • રૂટ નં. 09: મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશીપ સુધી જવાને બદલે, તે ગોતા વસંતનગર ટાઉનશીપથી એલડી કોલેજ સુધી ચાલશે.
  • રૂટ નં. 11: ઓઢવ એસપી રીંગ રોડથી એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધી જવાને બદલે, તે ઓઢવ એસપી રીંગ રોડથી આસ્ટોડિયા દરવાજા સુધી ચાલશે.

આ BRTS સ્ટેશન/કેબિનથી બસ સેવા સ્થગિત રહેશે:

  • દિલ્હી દરવાજા
  • પ્રેમ દરવાજા
  • કાલુપુર ઘી બજાર
  • કાલુપુર રેલ્વે સ્ટેશન
  • આસ્ટોડિયા ચકલા
  • મહાનગરપાલિકા કચેરી
  • રાયખાડ ચાર રસ્તા
  • લોકમાન્ય તિલક બાગ
  • એમજે લાઇબ્રેરી
  • જીસીએસ હોસ્પિટલ
  • અરવિંદ મિલ
  • જીનીંગ પ્રેસ
  • અશોક મિલ
  • નરોડા ફ્રુટ માર્કેટ
  • મેમ્કો ક્રોસરોડ્સ
  • AMC નોર્થ ઝોન ઓફિસ
  • સૈજપુર ટાવર
  • નરોડા એસટી વર્કશોપ કેબીન

 

(1:17 PM IST)