તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th June 2025
મગફળીમાં પ્રગતિ ઉગીઃ સૌથી વધુ પ૧.૭પ ટકા વાવણી
સારા વળતરના કારણે મગફળી પ્રત્યે ખેડૂતોનું આકર્ષણ અણનમ : વાવેતરમાં કપાસ રાજયમાં બીજાક્રમે : વાવણીની મોસમ ખીલી

રાજકોટ તા. રપ :.. ગુજરાતમાં જુન મધ્યેથી મેઘસવારી આવી પહોંચતા સાર્વત્રિક વાવણી શરૂ થઇ ગઇ છે.
ચોમાસામાં વાવવામાં આવતો પાક ખરીફ પાક તરીકે ઓળખાય છે. જુદા જુદા વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારના ખરીફ પાકની વાવણી કરવામાં આવે છે. ખેત ઉપજમાં જમીનનો પ્રકાર, પાણીની સુવિધા, આબોહવા વગેરે પરિબળો ભાગ ભજવે છે. સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મુખ્યત્વે મગફળી અને કપાસની વાવણી કરવામાં આવે છે. ર૩ જુન સુધીની સ્થિતિએ રાજયમાં કપાસનું ર૯.૯૦ ટકા અને મગફળીનું પ૧.૭પ ટકા વાવેતર થયું છે. તે ગયા વર્ષની સરખામણીએ વધુ છે. ઉપરાંત બાજરી, જુવાર, સાંયાબીન, તમાકુ, તુવેર મગ વગેરે વાવણી થઇ છે.
રાજયમાં મગફળી માટે ૧૭.પ૦ લાખ હેકટરનાં વાવેતર વિસ્તાર છે. તેની સામે ૯.૬ લાખ હેકટરમાં વાવેતર થઇ ગયું છે. વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ પ૧ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસનો વાવેતર વિસ્તાર રપ.૩૪ લાખ હેકટર છે. તે પૈકી ૭.પ૭ લાખ હેકટરમાં વાવણી થઇ ગઇ છે. રાજયમાં બધા પાકોમાં કુલ વાવેવર વિસ્તાર ૮પ.પ૭ લાખ હેકટર છે. તે પૈકી ૧૮.ર૦ લાખ હેકટરમાં વાવણી (ર૧.૩૮ ટકા) થઇ ગઇ છે.
કપાસ કરતા મગફળીમાં પ્રમાણમાં ઓછા સમયમાં વધુ વળતરની આશા હોવાથી છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂતો મગફળીની વાવણી તરફ વધુ વળ્યા છે. નવી મગફળી નોરતાથી દિવાળી વચ્ચે બજારમાં આવે છે. મગફળીની વાવણી હજુ વધી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
