<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

બંધારણ બદલવાના સંઘ-ભાજપના પ્રયાસો કોંગ્રેસ સફળ થવા દેશે નહિઃ મનીષ દોશી

 

રાજકોટ, તા. ર૬ઃ ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંગે ટીકા કરતા જણાવેલ કે જાહેર નહિ કરેલી કટોકટી ચલાવતા લોકો ગુજરાત અને દેશમાં શાસન કરી રહયા છે.

લોકોના ટેક્ષના પૈસાથી કાર્યક્રમો કરી રહયા છે તે માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવાનું કાવત્રુ છે.

ભાજપ અને આર.એસ.એસ.ને સંવિધાન સાથે કંઇ લેવાદેવા નથી. જેને દેશના તિરંગાનું મહત્વ ન હોય તેમને દેશ કે બંધારણ શું પડી હોય ?  ડો. મનીષ દોશીએ જણાવેલ કે ગરીબી, બેરોજગારી, નોટબંધી, કાળુનાણુ વગેરે નિષ્ફળતા અંગે સરકાર પ્રજા સાથે વાત કરતી નથી.  નાણાના જોરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષપલ્ટો કરાવતા લોકો આજે સરકારી ખર્ચે સંવિધાન બચાવવા નીકળ્યા છે. નાટકો દ્વારા બંધારણ બદલવાના સંઘ અને ભાજપના કાવત્રાને કોંગ્રેસ કયારેય સફળ થવા દેશે નહિ.

(2:39 PM IST)