તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th June 2025
વડોદરામાં હવે રસ્તાના ખાડા શોધવા GPS ટેક્નોલોજી સિસ્ટમનો ઉપયોગ: ફાયર બ્રિગેડને સોપાઈ જવાબદારી
શહેરમાં ખાડાના કારણે એક રીક્ષા ચાલકના કારણે જીવ ગયા પછી નિર્ણય: શહેરભરમાં પડેલા ખાડાઓનું લિસ્ટ તૈયાર કરી મ્યુ કમિશ્નરને સોંપાશે

વડોદરામાં હવે GPS સિસ્ટમનો ઉપયોગ કરી વડોદરા મહાનગર પાલિકાનું સ્માર્ટ તંત્ર શહેરમાં પડેલા ખાડાઓ શોધવાનું કામ શરુ કર્યું છે. આ કામ માટે મ્યુ કમિશ્નરે ફાયર બ્રિગેડને જવાબદારી સોંપી છે. આ નિર્ણય શહેરમાં ખાડાના કારણે એક રીક્ષા ચાલકના કારણે જીવ ગયા પછી નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરામાં ચોમાસા પહેલાં ખાડા ન પુરી વરસાદમાં શહેરીજનોને ખાડામાં નાખનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હવે ખાડાઓ શોધવા ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. શહેરભરમાં રોડ રસ્તાઓ પર ઉંડા ખાડા પડી ગયા છે. ઘણી જગ્યાએ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બનાવેલા રોડ પણ તૂટી ગયા છે, તો મોટાભાગના વિસ્તારોમાં સંબધિત વિભાગોના સંકલનના અભાવે પાણી અને ડ્રેનેજની લાઇનો નાંખવા રોડ ખોદી નાંખવામાં આવતા નાગરિકો ખાડામાં પડી રહ્યાં છે. શહેરના તમામ ખાડા ચોમાસું શરૂ થતાં પહેલા પુરી દેવાના હતા પણ પાલિકાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળીને શહેરની દાટ વાળી દીધી છે. પરિણામે વડોદરાનાં મ્યુ કમિશ્નર અરૂણ બાબુને હવે તેમના અધિકારીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેથી મ્યુ કમિશ્નરે શહેરના ખાડાઓ શોધવાની જવાબદારી ફાયર બ્રિગેડને સોંપી છે.
મ્યુ કમિશ્નર દ્વાર ફાયર બ્રિગેડને શહેરના ખાડા શોધવાની જવાબદારી મળતા વડોદરા ફાયર બ્રિગેડના વાહનો શહેરભરમાં ફરીને ખાડાઓ શોધી રહ્યાં છે. જો કે શહેરના આ ખાડાઓ શોધવા ફાયર બ્રિગેડ દ્વારા જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડના તમામ વાહનો જીપીએસ સિસ્ટમથી સજ્જ છે. જેથી જે રૂટ પર વાહનો નીકળે છે તે રૂટ પરના ખાડા ફાયર બ્રિગેડના વાહનોમાં લાગેલા ડેશ બોર્ડ પરના કેમેરામાં કેદ થઇ જાય છે. જેનું સીધું મોનિટરિંગ ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં થાય છે અને શહેરભરમાં પડેલા ખાડાઓનું લિસ્ટ તૈયાર કરી મ્યુ કમિશ્નરને સોંપવામાં આવે છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
