<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રથયાત્રા પર્વને લઈને ટ્રાફિક જામથી બચવા રેલવે સ્ટેશન માટે ઘરેથી વહેલા નીકળો :પશ્ચિમ રેલવેની મુસાફરોને અપીલ

રેલ મુસાફરોની સુવિધા અને સરળ મુસાફરી માટે આ સાવચેતીભરી સલાહ

અમદાવાદ : રથયાત્રાને ધ્યાનમાં રાખીને રેલવે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂન 2025 ના રોજ અમદાવાદમાં કાઢવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ રૂટ પર ટ્રાફિક નિયંત્રણ અને રૂટ ડાયવર્ઝન કરવામાં આવશે, જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન તમામ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ સંભવિત ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને સ્ટેશન માટે ઘરેથી વહેલા નીકળે જેથી તેઓ સમયસર તેમની નિર્ધારિત ટ્રેન પકડી શકે. રેલ મુસાફરોની સુવિધા અને સરળ મુસાફરી માટે આ સાવચેતીભરી સલાહ આપવામાં આવી રહી છે. મુસાફરો પાસેથી સહકારની અપેક્ષા છે.

(7:46 PM IST)