તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
પીએમ મોદીએ પરંપરા જાળવી : જગન્નાથ મંદિરમાં દિલ્હીથી મોકલ્યો પ્રસાદ:પરિંદુ ભગત આ પ્રસાદ લઈને મંદિર આવ્યા
વડાપ્રધાન મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો

અમદાવાદમાં આવતીકાલે એટલે 26 જૂન અને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. મહત્વનું છે કે પીએમ મોદી દર વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલે છે. આ તરફ આ વર્ષે પણ તેમણે પરંપરા જાળવી રાખી છે. આજે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં પહોંચ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે.પીએમ મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. આજે બપોરના સમયે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવતીકાલની રથયાત્રાને લઈ તમામ તૈયારીઑ પૂર્ણ થઈ ચૂકી છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પોતાના ભવ્ય રથમાં નિજમંદિર પર પહોંચ્યા છે. રથયાત્રા પૂર્વે ભક્તો નિજમંદિરે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે
ભક્તિ અને ઉલ્લાસથી ભરેલી વાતાવરણમાં મંદિરના મહંતે પરંપરાગત ગજપૂજન વિધિ પણ કરી હતી. 18 હાથીઓને રંગબેરંગી રંગોથી શણગારવામાં આવ્યા છે અને તેમને પાલખીઓથી સુસજ્જ કરવામાં આવ્યા છે. આ હાથીઓ રથયાત્રાની આગેવાની આપતી ગજયાત્રામાં ભાગ લેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડા સહિત વરસાદની શક્યતા છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
