તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથજીએ આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા: 'સોનાવેશ'ના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા
જગન્નાથ મંદિરમાં રથ પૂજન પહેલા બાળકોને ગણેશ, મહાદેવ, નવદુર્ગા વિવિધ ભગવાન-માતાજીના શણગાર ધારણ કરીને રથને મંદિર પ્રાંગણમાં લઈ ગયા બાદ પૂજન વિધિ કરાઈ

અમદાવાદની જગન્નાથ રથયાત્રા 27 જૂને નીકળવાની છે, ત્યારે 148મી વાર્ષિક જગન્નાથ રથયાત્રામાં સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસે સંપૂર્ણ તૈયાર કરી લીધી છે. 26 જૂનના રોજ ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.
આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મંગળા આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરાવશે. ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મંદિર પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરમાં આરતી કરીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા.
અમદાવાદમાં આવતીકાલે શુક્રવારે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ઉત્સવ કમિટી દ્વારા બાળકોને ભગવાન અને માતાજીની વેશભૂષા ધારણ કરીને રથમાં બેસાડીને પછી રથને મંદિરમાં લાવીને પૂજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથ પૂજન વિધિ કરાઈ છે.
જગન્નાથ મંદિરમાં રથ પૂજન પહેલા બાળકોને ગણેશ, મહાદેવ, નવદુર્ગા વિવિધ ભગવાન-માતાજીના શણગાર ધારણ કરીને રથને મંદિર પ્રાંગણમાં લઈ ગયા બાદ પૂજન વિધિ કરાઈ હતી. બીજી તરફ, રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવતાં ભાવિકો માટે સરસપુરની પોળોમાં ભોજન-પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કડિયાવાડની પોળ, ગાંધીની પોળ, રૂડીમાની પોળ, લીમડાપોળ સહિતની પોળોમાં ભંડારો થશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને આડે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર સરસપુર પહોંચ્યા છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રને આવકારવા સરસપુરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથને ઈતિહાસમાં પહેલી વાર ગાર્ડ ઓફ ઓનર અપાશે. પહિંદ વિધિ પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
