<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજપીપળામાં નિકળનારી 33 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજપીપળા રાધાકૃષ્ણ મંદિર ખાતેથી નિકળનારી ભગવાન જગન્નાથની 33 મી રથયાત્રા માટે રથયાત્રા કમિટીના સભ્યો માં કલ્પેશભાઇ પંડ્યા અને કેતનભાઈ પાઠક સહિતનાઓ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે, પોલીસ પણ આ માટે સજ્જ છે જોકે રાજપીપળા ખાતે તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બનતા નથી અને રથયાત્રાનું મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે. માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેર માં ફરશે.

(10:49 PM IST)