<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

આગામી ત્રણ દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે: ક્યાંક 7 ઇંચ ખાબકશે: પરેશ ગોસ્વામીની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યગુજરાતમાં થઈ કચ્છ તરફ આગળ વધીને અરબ સાગર અને પાકિસ્તાનમાં જશે. જેને કારણે વરસાદની તીવ્રતા વધી

અમદાવાદ :આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 27 જૂનથી વરસાદની તીવ્રતા વધશે. તેના કારણની વાત કરીએ તો મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ધીમે ધીમે ગુજરાત પરથી પસાર થવાનું છે. આ સર્ક્યુલેશન કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. મધ્યગુજરાતમાં થઈ કચ્છ તરફ આગળ વધીને અરબ સાગર અને પાકિસ્તાનમાં જશે. જેને કારણે વરસાદની તીવ્રતા વધી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા ઓછી હતી, તે તીવ્રતા થોડી વધી છે. 27, 28 અને 29 જૂનના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વરસદાની તીવ્રતા વધશે. સરેરાશ 2 ઈંચથી 4 ઈંચ સુધી, તેમજ મોટા ભાગના વિસ્તારોમાં 5થી 7 ઈંચ સુધી વરસાદ પડશે.

આ ત્રણ દિવસ કચ્છના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે. સૌરાષ્ટના દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે. સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના તમામ વિસ્તારમાં સારા વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં તીવ્ર વરસાદ પડશે.

 

(11:38 AM IST)