તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
સાબરકાંઠામાં મેઘરાજાનું દે ધનાધન : વડાલીમાં છ ઇંચ ખાબક્યો : ઇડરમાં 4.30 ઇંચ અને ખેડબ્રહ્મામાં 4,10 ઇંચ વરસાદ:જળબંબોળ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકમાં વરસાદ પડ્યો: માળીયા હાટીનામાં છ ઈંચથી વધારે વરસાદ

અમદાવાદ : મેઘરાજા સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યા છે. ત્યારે સાબંકાંઠામાં પણ તોફાની બેટિંગ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે સાબરકાંઠાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વડાલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. છ ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.
સાબરકાંઠાના વડાલી 6 ઈંચ.ઈડર 4.30 ઈંચ.ખેડબ્રહ્મા 4.10 ઈંચ.પોશીના 1.90 ઈંચ.વિજયનગર 1.70 ઈંચ.તલોદ 1.10 ઈંચ.પ્રાંતિજ 0.70 ઈંચ.અને હિમતનગર 0.50 ઈંચ વરસાદ વરસ્યો હતો
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકમાં વરસાદ પડ્યો છે. જેમા માળીયા હાટીનામાં છ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હજુ ત્રણ દિવસની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
