તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ બેકાબૂ બન્યાઃ ભક્તોમાં નાસભાગ
ખાડિયા પાસે ભીડને જોતા બની ઘટના

અમદાવાદ, તા. ર૭ : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે. જો કે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૦ ગજરાજ જોડાયા છે. જેમાંથી એક ગજરાજ ખાડિયા પહોંચવા દરમિયાન અચાનક જ ભીડને જોઇને બેકાબૂ થઇ ગયો હતો. ગજરાજ લોકોને જોઇને અચાનક જ દોડવા લાગ્યો હતો. વધુ ઘોંઘાટના કારણે ગજરાજ બેકાબૂ થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેને જોઇને ભગવાનના દર્શને આવેલા લોકો પણ ગભરાઇ ગયા હતા.
આ ઘટનામાં કોઇપણ નુકસાન પહોંચ્યુ નથી. જો કે થોડા સમય માટે જ્યારે ગજરાજ બેકાબૂ બન્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
