<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદ રથયાત્રા દરમિયાન શંકાસ્પદ ડ્રોન દેખાયું :પોલીસ દ્વારા એન્ટી ડ્રોન કિલર ગનથી તોડી પડાયું

અત્યાધુનિક ટેકનોલોજી વડે પોલીસની રથયાત્રાના તમામ રુટ પર ચાંપતી નજર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોલીસે એન્ટી ડ્રોન કિલર ગનથી એક ડ્રોનને તોડી પાડ્યું હતું, જે પરમિશન વગર ઉડી રહ્યું હતું. આ એન્ટી ડ્રોન કિલર ગનની રેન્જ બે કિલોમીટર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનિય ઘટનાને રોકવાને માટે અમદાવાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

 

148 મી રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં એક બિનઅધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. આ દરમિયાન તેને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અત્યાધુનિક ટેકનોલોજી વડે પોલીસની રથયાત્રાના તમામ રુટ પર ચાંપતી નજર છે.

(1:10 PM IST)