<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

શાળા પ્રવેશોત્‍સવ સમગ્ર સમાજનો ઉત્‍સવઃ પંકજ જોશી

ગાંધીનગર પંથકની શાળાઓમાં બાળકોને મુખ્‍ય સચિવની શુભેચ્‍છા

ગાંધીનગર તાબેના શાહપુર અને વલાદ ગામમાં રાજયના મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોશીએ શાળા પ્રવેશોત્‍સવમાં હાજરી આપેલ તે પ્રસંગની તસ્‍વીર. 

રાજકોટ, તા., ર૭: ગાંધીનગર તાલુકાના શાહપુર અને વલાદ ગામની તાલુકા શાળામાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ઉપસ્‍થિત ગુજરાતના મુખ્‍ય સચિવશ્રી પંકજ જોશીએ શાળા પ્રવેશોત્‍સવ સમગ્ર સમાજનો ઉત્‍સવ બની ગયાનું જણાવ્‍યું હતું.

તેમણે વાલીઓની શાળા વ્‍યવસ્‍થાપન સમીતીમાં સક્રીય ભાગ લેવા જણાવ્‍યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસીયા અને અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઉપસ્‍થિત વાલી ગણને સંબોધતા તેમણે જણાવ્‍યું હતું કે, શાળા વ્‍યવસ્‍થાપન સમિતિમાં જોડાઇ બાળકોની શિક્ષણની  નીવ મજબૂત કરવા સાથે, તેમના પ્રશ્નો અને જરૂરિયાતોને પણ ધ્‍યાન રાખી શકો છો. એમાં પણ વિશ્વનું પ્રથમ આઇએફસી સેન્‍ટર જયારે બાજુમાં બની રહ્યું હોય ત્‍યારે, તેમાં વધુમાં વધુ લોકો નોકરી કરે તે રીતે ભાવીનું ઘડતર થાય તે જરૂરી છે.

માટે આટલી બધી વિપુલ તકો વચ્‍ચે ધ્‍યાન અને એકાગ્રતાથી અભ્‍યાસ કરો તથા એ.આઇ. રોબોટિક જેવી કારકિર્દી પસંદ કરો તેવી શુભેચ્‍છા પાઠવી હતી. 

(3:21 PM IST)