<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

નરહરિ અમીનની હાજરીમાં શાળા પ્રવેશોત્‍સવ- વૃક્ષારોપણ

રાજકોટઃ રાજય સરકાર આયોજીત કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત રાજયસભાના સભ્‍યશ્રી નરહરિ અમીને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્‍તકની ચાંદખેડા ગુજરાત હાઉસીંગ બોર્ડની શાળામાં હાજરી આપેલ. બાળકોને ભેટ વિતરણ અને શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરેલ. આ પ્રસંગે કેતન દેસાઇ, રૂમિત પટેલ, દીપક ડાભલિયા, હરિપ્રકાશ શર્મા, રીટાબેન પટેલ, રાકેશ બ્રહ્મભટ્ટ, કિરણભાઇ દેસાઇ, કેહુલભાઇ પટેલ, નરેન્‍દ્રભાઇ પરમાર વગેરે ઉપસ્‍થિત રહયા હતા. શ્રી નરહરિ અમીને સાબરમતી ખાતે સેન્‍ટ જોસેફ સ્‍કુલના કાર્યક્રમમાં પણ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે સ્‍કુલના ચેરમેન હરિભાઇ ઐયર, આચાર્ય ઉર્વિબેન ભાવસાર, ગુરૂજી કૃષ્‍ણપ્રિયદાસજી મહારાજ, એ.ઇ.આઇ.  વિનિત પટેલ વગેરે ઉપસ્‍થિત રહયા હતા

(3:21 PM IST)