તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
વિદ્યાર્થીઓ શિક્ષણ દ્વારા પોતાના ઉત્તમ જીવનનું ઘડતર કરે : વિક્રાંત પાંડે
ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ભણતર એટલે ઉજ્જવળ ભાવિ કંડારવાની કેડીઃ મેહુલ દવે

રાજકોટ, તા., ૨૭ : ગાંધીનગર જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કોટેશ્વર સાબરમતી હિન્દી વિદ્યાલય ખાતે મુખ્યમંત્રીના સચિવશ્રી વિક્રાંત પાંડે (આઇએએસ) અને જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે ઉપસ્થિત રહયા હતા. શ્રી વિક્રાંત પાંડેએ જણાવેલ કે હું મુળ રાજસ્થાનનો વતની છું. ત્યાં સરકારી શાળામાં ભણેલ ગામડાની સરકારી શાળામાં જ ભણીને અધિકારી બન્યો છું. મારા પિતાજી પણ શિક્ષક હતા. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું પાત્ર ખુબ મહત્વનું છે. વિદ્યાર્થીએ ર૧ મી સદીમાં સ્થાન મેળવવા માટે શિક્ષણ, જ્ઞાન અને માહીતી જરૂરી છે. શિક્ષણ મહત્વનો વિકલ્પ છે. તેના દ્વારા છાત્રોએ પોતાનું જીવન ઘડતર કરવાનું છે.
કલેકટરશ્રી મેહુલ દવેએ ભણતરને ઉજ્જવળ ભવિષ્ય કંડારવાની કેડી ગણાવી ખુબ સારી રીતે ભણવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી ગોહેલ, ઓબીસી નિયામક ભરત પટેલ, શાળાના આચાર્યા વર્ષાબેન દેસાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
