<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

3 જુલાઈ સુધી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા : 3 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ પાટણ, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર,ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ તા.૨૭ : ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે. હવામાન વિભાગે આજે 27 જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

   ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે. હવામાન વિભાગે આજે 27 જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ અને દમણ-દીવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે જાણો આગામી 3 જુલાઈ રાજ્યમાં સુધી કેવું હવામાન રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 27 જૂનના રોજ કચ્છ, જામનગર, રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છૂટાછવાયા અત્યંત ભારે વરસાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ બોટાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ પાટણ, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર,ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 29 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 01 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 02 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 03 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમેરલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

(4:47 PM IST)