<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી નિકળેલી ભગવાન જગન્નાથની 33મી રથયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરાયું

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ મંદિરમાં પુંજા કરી: રથયાત્રામાં MLA ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પી.ડી.વસાવા, જયંતીભાઈ વસાવા, ડો.રવિભાઈ દેશમુખ સહિતના અગ્રણીઓ જોડાયા

(ભરત શાહ દ્વારા) -રાજપીપળા : રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 33મી રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી રથયાત્રા કાઢતા પહેલાં રાધાકૃષ્ણ મંદિરમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ પૂંજા કરી ત્યારબાદ નિકળેલી રથયાત્રામાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પાલિકા કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, પી.ડી.વસાવા, જયંતીભાઈ વસાવા સહિત નાં આગેવાનો તેમજ રથયાત્રા કમિટીનાં સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી 
   રથયાત્રા લાલ ટાવર પાસે પહોચતા મુસ્લિમ બિરાદરો માં ઈમ્તિયાઝ અલી કાદરી તથા અન્ય મુસ્લિમ બિરાદરો એ મહાનુભવો અને પોલીસ અધિકારીઓનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કર્યું હતું.ત્યારબાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું 
   આખી રથયાત્રા દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, એલસીબી પીઆઇ આર.જી.ચૌધરી, એસ.ઓ. જી.પીઆઈ વાય.એસ.સીરસાઠ, ટાઉન પીઆઈ વી. કે.ગઢવી સહિત પોલીસ ટીમો ખડે પગે રહી હતી અને તેમની આ મહેનત રંગ લાવી, જેમાં આ રથયાત્રા ખુબ શાંતિ પૂર્વક રીતે પૂર્ણ થઈ હતી.અને ભાવિક ભક્તો એ ઠેર ઠેર ભગવાન જગન્નાથનાં દર્શન કરી પ્રસાદી નો લાહવો લીધો હતો


 

(9:59 PM IST)