<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજપીપળા શાકમાર્કેટ વિસ્તાર અને આસપાસના માર્ગો પર વધતા દબાણોથી પગપાળા ચાલવું પણ મુશ્કેલ

નગરપાલિકા વારંવાર દબાણો હટાવે છે છતાં વેપારીઓ હમ નહીં સુધરેંગેની જેમ ત્યાં ના ત્યાં: મુખ્ય શાક માર્કેટની બહાર તો પથારા વાળા અને લારીઓના કારણે ગીચ વિસ્તાર બનતા ટ્રાફિક સમસ્યા

(  ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા શહેરમાં સાંકડા માર્ગો હોય ત્યાં અનેક ઠેકાણે દબાણ થતા લોકો ને પગપાળા જવું પણ મુશ્કેલ બને છે, પાલિકા દ્વારા વારંવાર દબાણ હટાવ ઝુંબેશ ચલાવાય છે છતાં ફરી સ્થિતિ ત્યાની ત્યાજ જોવા મળે છે.

    રાજપીપળા શહેરના શાક માર્કેટ અને આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર દબાણ વધતા લોકોને મુફ્કેલી પડી રહી છે જેમાં ખાસ કરીને કોઈ વૃદ્ધ વ્યક્તિ પગપાળા પસાર થાય તો દબાણોના કારણે ત્યાંથી જવું કઠિન થઈ પડે છે. ખાસ કરીને સાગર પ્લાસ્ટિક વાળી ગલીમાં ટુ વ્હીલ પાર્કિંગની સાથે સાથે લારીઓ અને નીચે પથારા પાથરી બેસતા લોકો અને શાક માર્કેટની બહાર પણ પથારા પાથરી શાક વેચાણ કરતા લોકોના કારણે અતિશય ભીડ જામતી હોવાથી લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. આ જ રીતે સ્ટેશન રોડ પર પણ કેટલીક દુકાનો બહાર ફોર વ્હીલ ગાડીઓ પાર્ક કરી ખરીદી કરવા જતા લોકોના કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળે છે માટે રાજપીપળા પોલીસ અને નગરપાલિકાએ આ સમસ્યા દુર કરવા ભેગા મળી કડક કાર્યવાહી કરવી જોઈએ.


 

(10:05 PM IST)