<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

પોઇચા ચોકડી પાસે પીકઅપ ગાડી એ મો.સા.ને પાછળથી અથાડતા મો.સા. ચાલક નું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની ચોકડી પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું છે

    પ્રાપ્ત માહિતી અનુસાર અરુણભાઇ મહેશભાઇ બારીયા (ઉં.વ-૨૮ ) ધંધો-ખેતી (રહે, પોઇચા) નાઓ એ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના પિતા મહેશભાઈ બચુભાઇ બારીયા પોતાનાં કબ્જાની મો.સા. નં. GJ-22-D-5588 ની લઇને જેસલપોર ગામથી પોઇચા ગામ તરફ પોતાનાં ઘરે જતા હતા તે વખતે રુંઢ ચોકડી તરફથી એક પીકઅપ ગાડી નંબર MH-18-BZ-0248 નો ચાલક પોતાના કબ્જાની પીકઅપ ગાડી પુર ઝડપે હંકારી લાવી પોઇચા ગામની ચોકડી પાસે નાયરા પેટ્રોલપંપની સામે રોડ પર મો.સા.ને પાછળથી અથાડી એકસીડન્ટ કરી મહેશભાઈને માથાનાં ભાગે ગંભીર ઇજા તથા જમણા પગમાં ફ્રેક્ચર કરી શરીરે ઓછી વતી ઇજાઓ કરી પિકપ ગાડી સ્થળ પર મુકી પીકઅપ ગાડીનો ચાલક ભાગી ગયો હતો જેમાં મહેશભાઈ નું સારવાર દરમ્યાન મોત થતા રાજપીપળા પોલીસે પીકઅપ ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:06 PM IST)