તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
ઇડરમાં ૨૭ મી રથયાત્રા યોજાઇ, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા
કલા કરતાબ કરનારા મંડળો ઉપસ્થિત રહ્યા હતાઃપાંચ કિલોમીટર લાંબી રથયાત્રા હતી જેમાં ૧૦૦૦ થી વધારે પોલીસ કર્મી સહિત કલા કરતાબ કરનારા મંડળો ઉપસ્થિત રહ્યા હતા

ઇડર,તા.૨૭
સમગ્ર દેશભરમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ યોજાઈ રહી છે. સાબરકાંઠાના ઇડરમાં ૨૭ મી રથયાત્રા યોજાઇ હતી. જેમાં પાંચ કિલોમીટર લાંબી રથયાત્રા હતી જેમાં ૧૦૦૦ થી વધારે પોલીસ કર્મી સહિત કલા કરતાબ કરનારા મંડળો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠાના ઇડરમાં વર્ષોથી ભગવાન જગન્નાથજીની પાંચ કિલોમીટર લાંબી રથયાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત આજે પણ ઈડર શહેરમાં પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ તેમજ હાલના સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રા ની શરૃઆત કરાવી હતી. સાથોસાથ પાંચ કિલોમીટર જેટલી રથયાત્રામાં વિવિધ કલા કરતબ સહિત દુર્ગા વાહીની પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઇડરના રામ દ્વારાથી ભગવાન જગન્નાથજી શહેરીજનોને દર્શન આપવા વિવિધ ત્રણ રથમાં પ્રસ્થાન કરી શહેરના નિયત માર્ગો ઉપર નીકળ્યા હતા.
જોકે ૧,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાની શરૃઆત થઈ છે. તેમજ ભગવાન જગન્નાથ વૃંદાવનમાં ભક્તજનોને દર્શન આપવા નીકળ્યા ત્યારથી રથયાત્રાની શરૃઆત થઈ છે જે આજની સુધી યથાવત છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
